રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએ કોઈ રીતે આ અસ્તિત્વ રણમાં રાખે છે,
સતત એ દોડતો મુજને હરણમાં રાખે છે.
ન તો સંબંધમાં, સંદર્ભમાં કે ઘટનામાં,
સતત અભાવના વાતાવરણમાં રાખે છે.
સમયની જેમ વહેંચે અનેક હિસ્સામાં,
કદી સદીમાં, કદી ક્ષણ વરણમાં રાખે છે.
એ પાસ રાખે છે મુજનેય દૂર રાખીને,
ઉપેક્ષામાંય પરંતુ શરણમાં રાખે છે.
કદી એ આપે તરસમાંહે તડપવાની સજા,
કદી એ નીરથી ખળખળ ઝરણમાં રાખે છે.
ન ખુલ્લી આંખમાં રાખે ન બંધ આંખોમાં,
છતાંય રાતદિવસ એ સ્મરણમાં રાખે છે.
‘હનીફ’ એથી તગઝઝુલ છે તારી ગઝલોમાં,
કૃપા છે એની, એ તુજને ચરણમાં રાખે છે.
e koi rite aa astitw ranman rakhe chhe,
satat e doDto mujne haranman rakhe chhe
na to sambandhman, sandarbhman ke ghatnaman,
satat abhawna watawaranman rakhe chhe
samayni jem wahenche anek hissaman,
kadi sadiman, kadi kshan waranman rakhe chhe
e pas rakhe chhe mujney door rakhine,
upekshamanya parantu sharanman rakhe chhe
kadi e aape tarasmanhe taDapwani saja,
kadi e nirthi khalkhal jharanman rakhe chhe
na khulli ankhman rakhe na bandh ankhoman,
chhatanya ratadiwas e smaranman rakhe chhe
‘haniph’ ethi tagajhjhul chhe tari gajhloman,
kripa chhe eni, e tujne charanman rakhe chhe

સ્રોત
- પુસ્તક : ગુફ્તગૂ (પૃષ્ઠ ક્રમાંક 43)
- સર્જક : હનીફ સાહિલ
- પ્રકાશક : ધબક પ્રકાશન
- વર્ષ : 2000