ant ke aarambh, madhye tin j chhe - Ghazals | RekhtaGujarati

અંત કે આરંભ, મધ્યે તું જ છે

ant ke aarambh, madhye tin j chhe

પીયૂષ ચાવડા પીયૂષ ચાવડા
અંત કે આરંભ, મધ્યે તું જ છે
પીયૂષ ચાવડા

અંત કે આરંભ, મધ્યે તું જ છે.

વારતાના હર પડાવે તું જ છે.

એય મીઠું, તે દીધું છે એટલે,

મોતના ઝળહળ પડાવે તું જ છે.

એક ક્ષણ પણ ક્યાં કદી વિસરાય તું?

શ્વાસના હર પળ પડાવે તું જ છે.

કોઈનું સેથીનું કંકુ, તો વળી,

કોઈના સૂના કપાળે તું જ છે.

આભ, ધરતી, વાયુ, અગ્નિ કે જળે,

હિમમાં તું ને વરાળે તું જ છે.

સ્રોત

  • પુસ્તક : મખમલી શ્વાસ (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સર્જક : પીયૂષ ચાવડા
  • પ્રકાશક : આસ્થા પબ્લિકેશન
  • વર્ષ : 2025