anhad apar warse - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અનહદ અપાર વરસે

anhad apar warse

નયના જાની નયના જાની
અનહદ અપાર વરસે
નયના જાની

ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે,

હું કેટલુંક ઝીલું, અનહદ અપાર વરસે!

ના શ્રાવણી અષાઢી વરસાદના દિવસમાં,

તો અકળ અમસ્તું બસ વારવાર વરસે!

ભીંજાઉં, ન્હાઉં, ડૂબું, આઘે તણાઉં એવું,

નેહના ગગનનો સઘળો સાર વરસે!

હા જો કહું તો વરસે, ના પણ કહું તો વરસે,

કૈં ના કહું તો આવી આવી ધરાર વરસે.

છલકી જવાય એવું કે છોળ થઈ જવાતું,

ઘેઘૂર ને ઘુઘવતો એવો ખુમાર વરસે.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 394)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004