રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકદી મહેનત કરી લઉં છું, કદી રાહત કરી લઉં છું,
ઘણી વેળા અમસ્તી પણ ખડી આફત કરી લઉં છું.
કિનારા જેમ સાગરથી કદી જીવ્યું નથી જાતું,
નિરંતર હું જીવનમાં કંઈ ને કંઈ હરકત કરી લઉં છું.
જીવનને આંગણે નિત્ નિત્ નવા મહેમાન આવે છે,
ખુશી આવે - ગમી આવે, પરોણાગત કરી લઉં છું.
નહિવત્ છું, પરંતુ આભ સામે મીટ માંડું છું,
પ્રભુની દેન છે કે આવડી હિંમત કરી લઉં છું.
સભામાં કોઈ ‘અકબર'થી પરાયું રહી નથી શકતું,
ગઝલમાં હું પરાઈ પીડને અંગત કરી લઉં છું.
kadi mahenat kari laun chhun, kadi rahat kari laun chhun,
ghani wela amasti pan khaDi aphat kari laun chhun
kinara jem sagarthi kadi jiwyun nathi jatun,
nirantar hun jiwanman kani ne kani harkat kari laun chhun
jiwanne angne nit nit nawa maheman aawe chhe,
khushi aawe gami aawe, paronagat kari laun chhun
nahiwat chhun, parantu aabh same meet manDun chhun,
prabhuni den chhe ke aawDi hinmat kari laun chhun
sabhaman koi ‘akbarthi parayun rahi nathi shakatun,
gajhalman hun parai piDne angat kari laun chhun

સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 43)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
- વર્ષ : 2002
- આવૃત્તિ : 4