રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોભીની કબરના હાથમાં ફૂલો મૂકી ગયું,
આ કોણ મારા ઘાવને તાજા કરી ગયું?
નીકળી ગયો એ કાંટો હવે કૈંક ચેન છે,
મિસરો કહ્યોને શબ્દમાં દુ:ખ પણ ઢળી ગયું.
કોઈ નથી મકાનમાં કોઈ નથી છતાં,
આ કોણ અંધકારમાં બત્તી કરી ગયું?
કાંઠા ઉપર સુકાયેલાં પગલાં હતાં ‘જયંત’
મૂંગૂં તળાવ કોણ લીલુંછમ કરી ગયું ?
bhini kabarna hathman phulo muki gayun,
a kon mara ghawne taja kari gayun?
nikli gayo e kanto hwe kaink chen chhe,
misro kahyone shabdman duhakh pan Dhali gayun
koi nathi makanman koi nathi chhatan,
a kon andhkarman batti kari gayun?
kantha upar sukayelan paglan hatan ‘jayant’
mungun talaw kon lilunchham kari gayun ?
bhini kabarna hathman phulo muki gayun,
a kon mara ghawne taja kari gayun?
nikli gayo e kanto hwe kaink chen chhe,
misro kahyone shabdman duhakh pan Dhali gayun
koi nathi makanman koi nathi chhatan,
a kon andhkarman batti kari gayun?
kantha upar sukayelan paglan hatan ‘jayant’
mungun talaw kon lilunchham kari gayun ?
સ્રોત
- પુસ્તક : ગઝલશતક (પૃષ્ઠ ક્રમાંક 25)
- સંપાદક : હર્ષદ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1999