khanDit swapnna awshesh - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ખંડિત સ્વપ્નના અવશેષ

khanDit swapnna awshesh

કિસન સોસા કિસન સોસા
ખંડિત સ્વપ્નના અવશેષ
કિસન સોસા

એવા વળાંક પર હવે ઊભો છે કાફલો

અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ.

અહીંથી હું શ્વેત શ્વેત કૈં સ્વપ્ન લચી શકું

અહીંથી હું અંધકારની ખીણે ખરી શકું

અહીંથી હું ભવ તરી શકુ- અહીંથી ડૂબી શકું

અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી સદી તરફ

અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ

અહીંથી ઉમંગ ઊડતા અવસરમાં જઈ વસું

કે કાળમીંઢ વેદનાના દરમાં જઈ વસું

અહીંથી હું કબ્રમાં કે પછી ઘરમાં જઈ વસું

અહીંથી જવાય હમણાં તરફ, અહીંથી કદી તરફ

અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 380)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004