ghero thayo gulal - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઘેરો થયો ગુલાલ

ghero thayo gulal

જવાહર બક્ષી જવાહર બક્ષી
ઘેરો થયો ગુલાલ
જવાહર બક્ષી

આંખોનો ભેદ આખરે ખુલ્લો થઈ ગયો

બોલ્યા વિના હું બધે પડઘો થઈ ગયો

અંધકાર છે કે જેનો ડર હતો!

આંખોને ખોલતાં તડકો થઈ ગયો

જળને તો માત્ર જાણ છે તૃપ્તિ થવા વિષે

મૃગજળને પૂછ, કેમ હું તરસ્યો થઈ ગયો

તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પ્હાડ

મારી તરસના તાપથી દરિયો થઈ ગયો

મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ

ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો

સ્રોત

  • પુસ્તક : તારાપણાના શહેરમાં (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સર્જક : જવાહર બક્ષી
  • પ્રકાશક : વિશાલ પબ્લિકેશન
  • વર્ષ : 1999