andarthi poor umatyun chhe darwajo khol - Ghazals | RekhtaGujarati

અંદરથી પૂર ઊમટ્યું છે દરવાજો ખોલ

andarthi poor umatyun chhe darwajo khol

શ્યામ સાધુ શ્યામ સાધુ
અંદરથી પૂર ઊમટ્યું છે દરવાજો ખોલ
શ્યામ સાધુ

અંદરથી પૂર ઊમટ્યું છે દરવાજો ખોલ,

ધણ તેજ તિમિરનું છૂટ્યું છે દરવાજો ખોલ!

ત્યાં મૌન બનીને વિહ્વળ મસ્તક પટકે છે,

મેં ફૂલ શબ્દનું ચૂંટ્યું છે દરવાજો ખોલ!

પડછાયાની કાયા ધરતીને ચૂમે,

હવે હીર પ્રાણનું ખૂટ્યું છે દરવાજો ખોલ!

રસ્તાઓ ગુલમ્હોરો તો સપણાની પાછળ,

ને અહીં નગર નીંદનું તૂટ્યું છે દરવાજો ખોલ!

અવાજના સહુ શ્વેત હંસ તો ઊડી જવાના,

અરે! અરેરે! અર્થોએ ઘર લૂટ્યું છે દરવાજો ખોલ!

સ્રોત

  • પુસ્તક : ઘર સામે સરોવર (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સંપાદક : સંજુ વાળા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2019
  • આવૃત્તિ : 2