jetlo motelno wistar chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જેટલો મોટેલનો વિસ્તાર છે

jetlo motelno wistar chhe

અદમ ટંકારવી અદમ ટંકારવી
જેટલો મોટેલનો વિસ્તાર છે
અદમ ટંકારવી

જેટલો મોટેલનો વિસ્તાર છે

એટલો આપણો સંસાર છે

અમેરિકાનો જયજયકાર છે

એની થૂલી પણ હવે કંસાર છે

આપણો તાળો નથી મળતો પટેલ

એક પટલાણી ને સપનાં ચાર છે

આમ તો કંઇ પણ ફકરચંત્યા નથી

તોય માથા પર શાનો ભાર છે

અઁઈનો પિઝા કે વતનનો રોટલો

બધી ચર્ચા હવે બેકાર છે

ચોંપલી ના થા ને સીધી કોમ કર

આજ કંઈ સન્ડે નથી બુધવાર છે

મારું હાળું હમજાતું નથી

આપણી જીત છે કે હાર છે

ઉપર ઉપરથી બધું ચકચકિત

કિન્તુ અંદરથી બધું બિસ્માર છે

આપણે પણ દેશભેગા થઈ જશું

છોડી પૈણી જાય એની વાર છે

અહીંયાં એની બોનને પૈણે, અદમ

ક્યાં કોઈને આપણી દરકાર છે

સ્રોત

  • પુસ્તક : ૭૮૬ ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 178)
  • સર્જક : અદમ ટંકારવી
  • પ્રકાશક : લજ્જા પબ્લિકેશન્સ
  • વર્ષ : 2014