રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
એની સાથે ન ખેલ ચીસો છે
aenii saathe na khel chiiso chhe
આદિત્ય જામનગરી
Aditya Jamnagari
એની સાથે ન ખેલ ચીસો છે,
મૌન ઘરડી થયેલ ચીસો છે.
ગાલ પરની ભીનાશને વાંચો,
પાંપણોએ લખેલ ચીસો છે.
વૃક્ષ પરથી ખરેલ પર્ણો સૌ,
મૂળમાંથી ઊઠેલ ચીસો છે.
માણસો પ્રાર્થના કહે જેને,
એ પ્રભુને ધરેલ ચીસો છે.
સર્વ નિઃશ્વાસ થઈ ગયેલા શ્વાસ,
છાતીમાંથી છૂટેલ ચીસો છે.
સ્રોત
- પુસ્તક : શબ્દાલય : વર્ષ : 1, અંક : 1 (પૃષ્ઠ ક્રમાંક 48)
- પ્રકાશક : ગુજરાત સમાચાર શાંતિ પ્રકાશન