tun hoi shake - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તું હોઈ શકે

tun hoi shake

પુરુરાજ જોષી પુરુરાજ જોષી
તું હોઈ શકે
પુરુરાજ જોષી

ગાઢ ધુમ્મસપટની પેલે પાર તું હોઈ શકે,

રંગ રેખા કે નહીં આકાર તું હોઈ શકે.

કોઈ મારા બારણે જાસાચિઠ્ઠી નાંખી ગયું,

અક્ષર તો ક્યાંથી ઉકલે લખનાર તું હોઈ શકે.

રાગ પારિજાત લ્હેરાતો રહ્યો છે રાતભર,

ક્યાંક નજદિક બેસીને ગાનાર તું હોઈ શકે.

આટલાં વ્હાલાં મને લાગ્યાં નથી પૂર્વે કદી,

અભાવો, પીડ મોકલનાર તું હોઈ શકે.

ગાઢ ધુમ્મસપટની પેલે પાર તું હોઈ શકે,

રંગ રેખા કે નહીં આકાર તું હોઈ શકે.

સ્રોત

  • પુસ્તક : ગઝલશતક (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999