aajey marun maun parichay wagar rahyun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આજેય મારું મૌન પરિચય વગર રહ્યું

aajey marun maun parichay wagar rahyun

શ્યામ સાધુ શ્યામ સાધુ
આજેય મારું મૌન પરિચય વગર રહ્યું
શ્યામ સાધુ

આજેય મારું મૌન પરિચય વગર રહ્યું,

પોકળ અવાજ શબ્દનો પામી ગયો તને.

હું ફૂલ શી ગણું છું સ્મૃતિઓને એટલે,

એની તમામ ગંધમાં મૂકી ગયો તને.

મારા વિષે કશુંય મને યાદ ક્યાં ક્યાં હતું?

ભૂલી શકાય રીતે ભૂલી ગયો તને.

કેવળ સફરનો થાક વહ્યે જાઉં શ્વાસમાં,

મંઝિલના જેવું નામ તો આપી ગયો તને.

મારી ઉદાસ રાતનાં કારણ મળી જશે,

ક્યારેક પેલા સૂર્યમાં શોધી ગયો તને.

સ્રોત

  • પુસ્તક : ઘર સામે સરોવર (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સંપાદક : સંજુ વાળા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2019
  • આવૃત્તિ : 2