રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોટોળાંની શૂન્યતા છું જવા દો, કશું નથી
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી.
હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો મને
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી.
શૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છું
મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી.
નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ
હું ઢોલ છું, પીટો, મને કૈં પણ થતું નથી
સાંત્વનના પોલાં થીગડાંમાં સૂઈ ગઈ છે રાત
બીડીના ઠૂંઠિયામાં કોઈ બોલતું નથી.
tolanni shunyata chhun jawa do, kashun nathi
mara jiwanno marm chhun, hun chhun ne hun nathi
hun to nagarno Dhol chhun danDi pito mane
khalipanun bija to koi kamanun nathi
shuli upar jiwun chhun ne lambato hath chhun
maraman ne isuman bijun kain nawun nathi
namard shahenshahanun pharman thai jaish
hun Dhol chhun, pito – mane kain pan thatun nathi
santwanna polan thigDanman sui gai chhe raat
biDina thunthiyaman koi bolatun nathi

સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 220)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004