aDabiD bhan re - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અડાબીડ ભાન રે

aDabiD bhan re

જવાહર બક્ષી જવાહર બક્ષી
અડાબીડ ભાન રે
જવાહર બક્ષી

વનમાં રહ્યાનું કેવું અડાબીડ ભાન રે

તૂટેલ વૃક્ષમાંય હું લીલેરું પાન રે

મારું તો સાવ ખાલીપણું પણ સભર સભર

તારું ભર્યા-ભર્યાપણું અઢળક વિરાન રે

ઘૂંટી લીધાં છે દૂરનાં આકાશ લોહીમાં

તારું નિકટપણુંય હવે ઓરમાન રે

તું વિરહના દેશમાં રસ્તો ભૂલી જઈશ

ઊઠ્યાં છે ઠેર ઠેર અહીં તારાં નિશાન રે

જીવન તો તારી અમથી અનુપસ્થિતિનું નામ

અમથું મળીને તેં કર્યું સાબિત વિધાન રે

સ્રોત

  • પુસ્તક : તારાપણાના શહેરમાં (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સર્જક : જવાહર બક્ષી
  • પ્રકાશક : વિશાલ પબ્લિકેશન
  • વર્ષ : 1999