khalabhle - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કંઠમાં રણ હોય ને દરિયા નજર સામે મળે

તે પછી હે મિત્ર મારા શું બળે! શું ખળભળે!

તું મને ઉલેચ કે ઉલેચ રેતીની નદી

કોઈ વીતેલી સદી અકબંધ ત્યાંથી નીકળે

હોય સૂરજ કે બરફનું ચોસલું, સરખું છે

એક વીતે, એક બસ ધીમે રહીને ઓગળે

એક આદત જેમ સૌ હોનારતો કોઠે પડી

રોજ છાપું વાંચવા લોકો બધા ટોળે વળે

કોઈ વરસાદી ક્ષણે લહેરાય લીલું ઘાસ ને

નગરના લોક અહીંથી બૂટ પહેરી નીકળે

સ્રોત

  • પુસ્તક : ગઝલ 81-82 (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : હર્ષદ ચંદારાણા
  • પ્રકાશક : રૂપાલી પબ્લીકેશન
  • વર્ષ : 1983