દિલબર દિલેર કોઈપણ રસભર મળ્યા નહીં,
લ્હાવા, એ દિલબરીના કો' મનભર મળ્યા નહીં.
વિખૂટા પડેલ હંસોની કીધી તપાસ પણ,
એ જ્યાં રમી રહ્યા છે, તે સરવર મળ્યાં નહીં.
મન મારીને રહું છું, બીજું શું કરી શકું?
મનમાનતા જીવનમાં કો' અવસર મળ્યા નહીં.
ઓછું દિલે ન જાણે એવું આવ્યું શું હશે?
ચાલ્યા ગયા પછીથી, જીવનભર મળ્યાં નહીં.
આવી તમારી સ્મૃતિ ના આવ્યાં તમે અરે!
આ પોપચાં નયનનાં મુજ પલભર મળ્યાં નહીં.
બહુ બહુ મળ્યાં ભલેને, પણ સહેજે મળ્યાં નહીં,
દિલની લગન બૂઝે એવું અકસર મળ્યાં નહીં.
તેથી જ મયકશોને મયમાં ના મઝા પડી,
વર્ષા તણા ઉમડતા એ જલધર મળ્યા નહીં.
છે કોણ સારું જગમાં નરસું કોણ કોણ છે?
જોવા જતાં મુજથી તો કો’ બદતર મળ્યાં નહીં.
રાધાનું જોયું દિલ નહિ ને જોયું અહીં તહીં,
આવી રીતે તો કોઈને નટવર મળ્યા નહીં.
'દિલદાર'ને જ મળવું છે મળશે જ દિલ મહીં,
ઘરઘર કરી તપાસ પણ ઘરઘર મળ્યાં નહીં.
dilbar diler koipan rasbhar malya nahin,
lhawa, e dilabrina ko manbhar malya nahin
wikhuta paDel hansoni kidhi tapas pan,
e jyan rami rahya chhe, te sarwar malyan nahin
man marine rahun chhun, bijun shun kari shakun?
manmanta jiwanman ko awsar malya nahin
ochhun dile na jane ewun awyun shun hashe?
chalya gaya pachhithi, jiwanbhar malyan nahin
awi tamari smriti na awyan tame are!
a popchan nayannan muj palbhar malyan nahin
bahu bahu malyan bhalene, pan saheje malyan nahin,
dilni lagan bujhe ewun aksar malyan nahin
tethi ja mayakshone mayman na majha paDi,
warsha tana umaDta e jaldhar malya nahin
chhe kon sarun jagman narasun kon kon chhe?
jowa jatan mujthi to ko’ badtar malyan nahin
radhanun joyun dil nahi ne joyun ahin tahin,
awi rite to koine natwar malya nahin
dildarne ja malawun chhe malshe ja dil mahin,
gharghar kari tapas pan gharghar malyan nahin

સ્રોત
- પુસ્તક : આઠો જામની દિલદારી (દોર બીજો) (પૃષ્ઠ ક્રમાંક 14)
- સર્જક : મનહર 'દિલદાર'
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 1998