આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં
aavyaan havaanii jem ane osarii gayaan


આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં,
શો શૂન્યતાથી જામ સપનનો ભરી ગયાં!
વીતી ગઈ એ વેળ, હવે અહીં કશું નથી,
સ્મરણોય આવી આવીને પાછાં ફરી ગયાં!
હું શું કરું જ્યાં કંઠ જરીય ખૂલતો નથી,
ગીતો તો કેટલુંય અરે કરગરી ગયાં!
તારા ગયા પછી ન બન્યું કંઈ નવું અહીં,
અધઊઘડી બે છીપથી મોતી ઝરી ગયાં!
જોઈ અટૂલી મ્હેંક સમય પૂછતો ફરે –
'ફોર્યાં અહીં જે ફૂલ, તે ક્યારે ખરી ગયાં!'
વાતો રહી ગઈ એ કસુંબલ મિજાજની,
એ ઘેન, એ ઘટા, એ ઘૂંટ, સહુ સરી ગયાં!
એની ખીણો મહીં જ સમય ખૂંપતો ગયો,
શબ્દો અજાણતાં જે તમે કોતરી ગયાં!
awyan hawani jem ane osari gayan,
sho shunytathi jam sapanno bhari gayan!
witi gai e wel, hwe ahin kashun nathi,
smarnoy aawi awine pachhan phari gayan!
hun shun karun jyan kanth jariy khulto nathi,
gito to ketlunya are karagri gayan!
tara gaya pachhi na banyun kani nawun ahin,
adhughDi be chhipthi moti jhari gayan!
joi atuli mhenk samay puchhto phare –
phoryan ahin je phool, te kyare khari gayan!
wato rahi gai e kasumbal mijajni,
e ghen, e ghata, e ghoont, sahu sari gayan!
eni khino mahin ja samay khumpto gayo,
shabdo ajantan je tame kotri gayan!
awyan hawani jem ane osari gayan,
sho shunytathi jam sapanno bhari gayan!
witi gai e wel, hwe ahin kashun nathi,
smarnoy aawi awine pachhan phari gayan!
hun shun karun jyan kanth jariy khulto nathi,
gito to ketlunya are karagri gayan!
tara gaya pachhi na banyun kani nawun ahin,
adhughDi be chhipthi moti jhari gayan!
joi atuli mhenk samay puchhto phare –
phoryan ahin je phool, te kyare khari gayan!
wato rahi gai e kasumbal mijajni,
e ghen, e ghata, e ghoont, sahu sari gayan!
eni khino mahin ja samay khumpto gayo,
shabdo ajantan je tame kotri gayan!



સ્રોત
- પુસ્તક : ગઝલ સંહિતા (દ્વિતીય મંડલ) (પૃષ્ઠ ક્રમાંક 23)
- સર્જક : રાજેન્દ્ર શુક્લ
- પ્રકાશક : સહૃદય પ્રકાશન