ek diwo pragtawi de ne - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એક દીવો પ્રગટાવી દે ને

ek diwo pragtawi de ne

હરદ્વાર ગોસ્વામી હરદ્વાર ગોસ્વામી
એક દીવો પ્રગટાવી દે ને
હરદ્વાર ગોસ્વામી

અમથા અમથા રાતે ફરતા, એક દીવો પ્રગટાવી દે ને.

અંધારાને કોસ્યા કરતા, એક દીવો પ્રગટાવી દે ને.

દરિયાના દસ્તાવેજો, તારા નામે તૈયાર છે,

મધદરિયામાં તરતા તરતા, એક દીવો પ્રગટાવી દે ને.

નવી પેઢીને નામે થોડું અજવાળું તો પાથરતો જા,

છેલ્લા શ્વાસે મરતા મરતા, એક દીવો પ્રગટાવી દે ને.

મંદિરમાં તો ઝળાહળાંનાં ઝુમ્મર, ઉપર સૂરજ ચમકે,

એક ઝૂંપડા બાજુ સરતા, એક દીવો પ્રગટાવી દે ને.

શ્વાસોમાં સૂતેલી સાંજો ફરી જૂઈને મળવા દોડે,

એક અજાણ્યું જણ સાંભરતા, એક દીવો પ્રગટાવી દે ને

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.