na awyun ankhman aansu, wchthaye laj rakhi chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ન આવ્યું આંખમાં આંસુ, વ્ચથાએ લાજ રાખી છે

na awyun ankhman aansu, wchthaye laj rakhi chhe

કૈલાસ પંડિત કૈલાસ પંડિત
ન આવ્યું આંખમાં આંસુ, વ્ચથાએ લાજ રાખી છે
કૈલાસ પંડિત

આવ્યું આંખમાં આંસુ, વ્યથાએ લાજ રાખી છે,

દવાની ગઈ અસર ત્યારે દુઆએ લાજ રાખી છે.

ગઈ ક્યાં ફૂલની ખુશબૂ કોઈ રસ્તાને જઈ પૂછો,

બિચારા કંટકે સહુની સદાએ લાજ રાખી છે.

તરસનું માન જળવાયુ ફક્ત તારા ભલા ખાતર,

સમયસર આભથી વિખરી ઘટાએ લાજ રાખી છે.

ઘણું સારું થયું આવ્યા નહીં મિત્રો મને મળવા,

અજાણે આમ હાલતની, ખુદાએ લાજ રાખી છે.

પડી ‘કૈલાસ’ના શબ પર ઊડીને ધૂળ ધરતીની.

કફન ઓઢાડીને મારી ખુદાએ લાજ રાખી છે.

સ્રોત

  • પુસ્તક : ખરાં છો તમે (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સર્જક : કૈલાસ પંડિત
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1995