eni sathe ena howano purawo aapje - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એની સાથે એના હોવાનો પુરાવો આપજે

eni sathe ena howano purawo aapje

ભાવેશ ભટ્ટ ભાવેશ ભટ્ટ
એની સાથે એના હોવાનો પુરાવો આપજે
ભાવેશ ભટ્ટ

એની સાથે એના હોવાનો પુરાવો આપજે

ભોળપણ આપે તો તું ચહેરો ભોળો આપજે

સુખની સમજણ તારી ને મારી અલગ હોઈ શકે

આપતા પહેલાં મને એનો નમૂનો આપજે

આંસુઓ ખાઈ શકે થોડો વિસામો એટલે

ગાલ પર દરરોજ એકાદો ઉઝરડો આપજે

ચહેરો આંખ સામે ભૂલથી પણ ફરફરે

જીવ કાઢી નાખનારો સણકો આપજે

છે ભિખારણ તો ભિખારણ લાગવી પણ જોઈએ

ક્ષણોના હાથમાં ખાલી કટોરો આપજે

ત્યાં સુધી વૃક્ષની ડાળો સજ્જડ થઈ જશે

જાય તું તરછોડી તો તારો દુપટ્ટો આપજે

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.