ekdam gambhir ewa haal par aawi gayan - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયાં

ekdam gambhir ewa haal par aawi gayan

અનિલ ચાવડા અનિલ ચાવડા
એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયાં
અનિલ ચાવડા

એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયાં,

ડૂસકાંઓ પણ બરાબર તાલ પર આવી ગયાં.

કોઈ બિલ્લી જેમ ઊતરી પાંપણો આડી છતાં,

આંસુ રસ્તાને વટાવી ગાલ પર આવી ગયાં.

એમણે એવું કહ્યું જીવન નહીં શતરંજ છે,

તો અમે પાછા અમારી ચાલ પર આવી ગયાં.

શું હશે? સાચ્ચું હશે? અફવા હશે? કે શું હશે?

સર્વ રસ્તા એકદમ દીવાલ પર આવી ગયાં.

સ્રોત

  • પુસ્તક : માસૂમ હવાના મિસરા (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : અંકિત ત્રિવેદી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2006