Aankhone Aansuono - Ghazals | RekhtaGujarati

આંખોને આંસુઓનો ખુલાસો ન દઈ શક્યો

Aankhone Aansuono

સૈફ પાલનપુરી સૈફ પાલનપુરી
આંખોને આંસુઓનો ખુલાસો ન દઈ શક્યો
સૈફ પાલનપુરી

આંખોને આંસુઓનો ખુલાસો ન દઈ શક્યો

વર્ષો સુધી તો નામ તમારું ન લઈ શક્યો

મૃત્યુ સુધી એની કળાનું ગજું હતું

ઘડપણ પછી એ કોઈ અવસ્થા ન દઈ શક્યો

વસ્તીમાં ઝાંઝવાની પ્રથા મેં શરૂ કરી

પહોંચ્યો હું ઘરની પાસ - ને ઘરમાં ન જઈ શક્યો

જોયું છે નામ 'સૈફ'નું એની કબર ઉપર

મક્તો કહ્યા વિના તો આ શાયર ન ર'ઈ શક્યો

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1978 (પૃષ્ઠ ક્રમાંક 156)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ