Aankho thi Vahe Chhe Dhara Toye Jigar Bale Chhe - Ghazals | RekhtaGujarati

આંખોથી વહે છે ધારા તોયે જિગર બળે છે

Aankho thi Vahe Chhe Dhara Toye Jigar Bale Chhe

અમૃત કેશવ નાયક અમૃત કેશવ નાયક
આંખોથી વહે છે ધારા તોયે જિગર બળે છે
અમૃત કેશવ નાયક

આંખોથી વહે છે ધારા, તોયે જિગર બળે છે;

ચોમાસે ભરપૂરે, આકાશનું ઘર બળે છે!

તેજસ્વી ઘર જોશે શું કોઈ તે સનમનું?

જેની ગલીમાં ઊડતાં પંખીનાં પર બળે છે!

ફુર્કતની આગ દાબું, તો ભસ્મ થાય હૈયું;

ફિર્યાદ કરું છું તો જિહવા અધર બળે છે !

મૃત છું હું તોય જીવું, માશૂક અમૃત પાયે,

વર્ના તમાશો જોશે કે કેમ નર બળે છે !

સ્રોત

  • પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 86)
  • સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1992