aankh jayare ankhthi malti hashe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આંખ જયારે આંખથી મળતી હશે

aankh jayare ankhthi malti hashe

નિનાદ અધ્યારુ નિનાદ અધ્યારુ
આંખ જયારે આંખથી મળતી હશે
નિનાદ અધ્યારુ

આંખ જયારે આંખથી મળતી હશે,

કેટલી દીવાસળી બળતી હશે!

હું અહીં ખીલતી કળી જોયાં કરું,

એમની ત્યાં આંખ ઉઘડતી હશે!

હાથમાં પાંપણ છૂપાવી એય પણ,

ફૂંક મારી, યાદ તો કરતી હશે.

પત્ર મારા વાંચીને ચૂમ્યાં પછી-

એમનીયે આંખ નીતરતી હશે.

જયારે-જ્યારે હાથમાં મ્હેંદી રચે,

નામ મારું ક્યાંક તો લખતી હશે!

લાખ દીવાઓ બળે અહિયાં 'નિનાદ',

સાંજ એનાં ઉંબરે ઢળતી હશે.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ