rasto nathi jaDto - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રસ્તો નથી જડતો

rasto nathi jaDto

શૂન્ય પાલનપુરી શૂન્ય પાલનપુરી
રસ્તો નથી જડતો
શૂન્ય પાલનપુરી

કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો;

અડગ મનના મુસાફરને

હિમાલય પણ નથી નડતો.

તમારા મનને જીતી લો તો

હું માનું, “સિકંદર છો”,

નહીંતર દિગ્વિજય ઉચ્ચારવામાં શ્રમ નથી પડતો.

સદા સંસારીઓ પર શ્રાપ છે સંતાપ સહેવાનો;

ધરાથી દૂર ઉડનારાને પડછાયો નથી અડતો.

બનાવીને સુરાલયનો ખુદા એને કરું સજદા!

બતાવો એક પણ એવો, નશો જેને નથી ચડતો!

નજર હો તો બતાવે છે બધું શ્રદ્ધા ઘર બેઠાં,

ફરે છે બાવરો થઈ શૂન્ય કાં જંગલમાં આથડતો?

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – સંપુટ 4 – ‘શૂન્ય’ પાલનપુરીનાં ચૂંટેલાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સંપાદક : રાજેન્દ્ર શાહ
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 1982