gorakh aaya! - Ghazals | RekhtaGujarati

આંગન આંગન અલખ જગાયા, ગોરખ આયા,

જાગો રે જનનીના જાયા, ગોરખ આયા!

ભીતર આકે ધૂમ મચાયા, ગોરખ આયા,

આદિશબદ મિરદંગ બજાયા, ગોરખ આયા!

જટાજૂટ જાગી ઝટકાયા, ગોરખ આયા,

નજર સધી, અરૂ બિખરી માયા, ગોરખ આયા!

નાભિકંવર કી ખૂલી પાંખરી ધીરે ધીરે,

ભોર ભઈ, ભૈરવ સૂર ગાયા, ગોરખ આયા!

એક ધરીમૈં રૂક્યો સાંસ કે અટક્યો ચરખો,

કરમધરમની સિમટી કાયા, ગોરખ આયા!

ગગનઘટામેં એક કરાકો, બીજરી હુલસી,

ઘિર આયી ગિરનારી છાયા, ગોરખ આયા!

લગી લેહ, લેલીન હુવે અબ ખો ગઈ ખલકત,

બિન માંગે મુગતાફર પાયા, ગોરખ આયા!

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 140)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008