Aam Taru Rup Anradhar varse - Ghazals | RekhtaGujarati

આમ તારું રૂ૫ અનરાધાર વરસે

Aam Taru Rup Anradhar varse

જવાહર બક્ષી જવાહર બક્ષી
આમ તારું રૂ૫ અનરાધાર વરસે
જવાહર બક્ષી

આમ તારું રૂ૫ અનરાધાર વરસે છે અને કારણ નથી

હું હઈશ માની લેવામાં કાંઈ અડચણ નથી

તારી આંખોમાં સમય જેવો સતત નહિ હોઉં, બનવાજોગ છે

આગિયાની રાત જેમ ક્ષણ હઈશ, ક્ષણ નથી

આપણા હોવા૫ણાના શહેરમાં હું ગુમ... ક્યાં શોધું મને?

અહીં તો સઘળું પારદર્શક છે કાંઈ દર્પણ નથી.

તું મારા હાથની લિપિ ઉકેલીને કહે મારા વિષે

મારી પાસે હું નથી એનો પુરાવો પણ નથી.

સ્રોત

  • પુસ્તક : કવિતા - એપ્રિલ, 1981 (પૃષ્ઠ ક્રમાંક 38)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ