sajal akashne wadalawto aapi nathi shakto - Ghazals | RekhtaGujarati

સજળ આકાશને વાદળવટો આપી નથી શકતો

sajal akashne wadalawto aapi nathi shakto

નીરજ મહેતા નીરજ મહેતા
સજળ આકાશને વાદળવટો આપી નથી શકતો
નીરજ મહેતા

સજળ આકાશને વાદળવટો આપી નથી શકતો

તમારા નામને કાગળવટો આપી નથી શકતો

સવારે સૂર્ય માફક હુંય ધગધગ થાઉં છું તોયે

પ્રભાતી પુષ્પને ઝાકળવટો આપી નથી શકતો

મહાવૃક્ષો પડ્યાં ઝઘડી ને વનમાં ઝાળ લાગી ગઈ

બળે છે ઘાસ દાવાનળવટો આપી નથી શકતો

બધું પસવારવું, બહેલાવવું, સમજાવવું ફોગટ

તરસના ઝુંડને મૃગજળવટો આપી નથી શકતો

તને આપી શકું એવું કશું બાકી બચ્યું છે ક્યાં?

છતાં વાતને અટકળવટો આપી નથી શકતો

સ્રોત

  • પુસ્તક : ગરાસ (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સર્જક : ડૉ. નીરજ મહેતા
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2014