aajey pan - Ghazals | RekhtaGujarati

આજેય પણ

aajey pan

પથિક પરમાર પથિક પરમાર

ભાત એની છે આજેય પણ

જાત એની છે આજેય પણ

ક્યાં કશો બદલાવ આવ્યો છે અહીં?

ઘાત એની છે આજેય પણ

થાવ શિક્ષિત, સંગઠિત, લડતા રહો,

વાત એની છે આજેય પણ

ગામ બારા વાસ ને અસ્પૃશ્યતા

લાત એની છે આજેય પણ

હેં!? સફાઈકામદારો કોણ છે?

નાત એની છે આજેય પણ

સ્રોત

  • પુસ્તક : બહિષ્કૃત (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સર્જક : પથિક પરમાર
  • પ્રકાશક : ગુજરાત દલિત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2003