aagthii pragatyun na vaayuthii tharyun - Ghazals | RekhtaGujarati

આગથી પ્રગટ્યું, ન વાયુથી ઠર્યું

aagthii pragatyun na vaayuthii tharyun

સ્નેહી પરમાર સ્નેહી પરમાર
આગથી પ્રગટ્યું, ન વાયુથી ઠર્યું
સ્નેહી પરમાર

આગથી પ્રગટ્યું, વાયુથી ઠર્યું

કેવું મૌલિક તેજ ફૂદડાને વર્યું

દીકરીને બાપનું ઘર સાંભર્યું

ઊભી થઈને કોડિયામાં ઘી ભર્યું

પૂર્વજોએ લાવીને મૂક્યું હતું

મેં તો ઊભા થઈને એને પાથર્યું

એણે શસ્ત્રોની સજાવટ આદરી

મેંય મારું આંગણું સરખું કર્યું

એમ મારામાંથી દૂર ચાલ્યાં તમે

માટમાંથી જે રીતે પાણી ઝર્યું

સાથ લીધો પથ્થરોએ દેવનો

લાકડું હળવાશને લીધે તર્યું

સ્રોત

  • પુસ્તક : ઊડતું ભાળ્યું અંધારું (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સર્જક : સ્નેહી પરમાર
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2020