રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકાળથી ઘેરી ને અણખૂટ કઈ હશે પરછાંય રે
સૂની સૂની આંખથી ઊંડી હશે કઈ ખાય રે!
કઈ કલમમાં મૂકું મારી દોડતી હરણીઓને
કયા પરોઢે ઠારવા મેલું ધધખતી કાય રે!
શું તો એ શબ્દો હશે? ને ચિત્ર એ કેવું હશે?
આંખડી કેવી હશે? કેવી હશે એ શાય રે?
શબ્દમાં ભરવા જતાં તો સરકી સરકી જાય છે
મુઠ્ઠીમાં ભરવા જતાં વેરાય છે જેમ રાય રે!
જેમ મધમાં મધ ભળે તો બેવડું થૈ જાય છે
ટેરવાંમાં ટેરવાં એવાં, સખિ! પડઘાય રે!
સતમી ટૂંકે પૂછું? કોઈ ગુફામાં જઈ પૂછું?
આગથી રાતી, ગગનથી ઊંચી કઈ છે લાય રે!
(ર૯-૬-'૧ર, ૩૦-૬-'૧ર)
kalthi gheri ne ankhut kai hashe parchhanya re
suni suni ankhthi unDi hashe kai khay re!
kai kalamman mukun mari doDti harnione
kaya paroDhe tharwa melun dhadhakhti kay re!
shun to e shabdo hashe? ne chitr e kewun hashe?
ankhDi kewi hashe? kewi hashe e shay re?
shabdman bharwa jatan to sarki sarki jay chhe
muththiman bharwa jatan weray chhe jem ray re!
jem madhman madh bhale to bewaDun thai jay chhe
terwanman terwan ewan, sakhi! paDghay re!
satmi tunke puchhun? koi guphaman jai puchhun?
agthi rati, gaganthi unchi kai chhe lay re!
(ra9 6 1ra, 30 6 1ra)

સ્રોત
- પુસ્તક : બેઠો છું તણખલા પર (પૃષ્ઠ ક્રમાંક 105)
- સર્જક : લલિત ત્રીવેદી
- પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
- વર્ષ : 2018