wat puri thai - Ghazals | RekhtaGujarati

વાત પૂરી થઈ

wat puri thai

વાત પૂરી થઈ

શક્યતા પાન ઉપરનુ્ં ઝાકળ હતી, વાત પૂરી થઈ.

આંખમાં પણ નદીઓની ખળખળ હતી, વાત પૂરી થઈ.

રાત આખી હું ઉદ્વેગમાં જેને લઈને સૂઈ ના શક્યો

બિછાવેલા બિસ્તરની એક સળ હતી, વાત પૂરી થઈ.

એક વરસાદી સાંજે હવા લઈ ગઈ તારી ડેલી સુધી

બારણે કોઈ સ્મરણોની સાંકળ હતી, વાત પૂરી થઈ.

કોઈ અવસર હશે એમ તોરણ જડ્યાં બારસાખો ઉપર

આગમન એમનું એક અટકળ હતી, વાત પૂરી થઈ.

સૂર્ય થઇને તિમિરનાં રહસ્યો ઉકેલત, પરંતુ અહીં -

કાચને ભેદવાની ચળવળ હતી, વાત પૂરી થઈ.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ