રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસામા મળ્યાં તો એમની નજરો ઢળી ગઈ,
રસ્તા મહીં જ આજ તો મંજિલ મળી ગઈ.
સાચે જ મીણ જેવી હતી મારી જિંદગી,
દુખનો જરાક તાપ પડ્યો, ઓગળી ગઈ.
મારાથી તો એ આંસુ વધુ ખુશનસીબ છે,
જેને તમારી આંખમાં જગ્યા મળી ગઈ.
કહેતી ફરે છે બાગમાં એકેક ફૂલને,
તુજ આગમનની વાત હવા સાંભળી ગઈ.
મન કલ્પનામાં ચૌદે ભુવન ઘૂમતું રહ્યું,
દૃષ્ટિ ક્ષિતિજ સુધી ગઈ પાછી વળી ગઈ.
‘આદિલ’ ઘરેથી નીકળ્યો મિત્રોને શોધવા,
ઓ દુશ્મની, તું રાહમાં ક્યાંથી મળી ગઈ.
sama malyan to emni najro Dhali gai,
rasta mahin ja aaj to manjil mali gai
sache ja meen jewi hati mari jindgi,
dukhno jarak tap paDyo, ogli gai
marathi to e aansu wadhu khushansib chhe,
jene tamari ankhman jagya mali gai
kaheti phare chhe bagman ekek phulne,
tuj agamanni wat hawa sambhli gai
man kalpnaman chaude bhuwan ghumatun rahyun,
drishti kshitij sudhi gai pachhi wali gai
‘adil’ gharethi nikalyo mitrone shodhwa,
o dushmani, tun rahman kyanthi mali gai
sama malyan to emni najro Dhali gai,
rasta mahin ja aaj to manjil mali gai
sache ja meen jewi hati mari jindgi,
dukhno jarak tap paDyo, ogli gai
marathi to e aansu wadhu khushansib chhe,
jene tamari ankhman jagya mali gai
kaheti phare chhe bagman ekek phulne,
tuj agamanni wat hawa sambhli gai
man kalpnaman chaude bhuwan ghumatun rahyun,
drishti kshitij sudhi gai pachhi wali gai
‘adil’ gharethi nikalyo mitrone shodhwa,
o dushmani, tun rahman kyanthi mali gai
સ્રોત
- પુસ્તક : મળે ન મળે (પૃષ્ઠ ક્રમાંક 19)
- સર્જક : આદિલ મન્સૂરી
- પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
- વર્ષ : 1996