આ જગતનું સૌથી કારું મૌન છે
aa jagatnun sauthii kaarun maun chhe
હેમંત પુણેકર
Hemant Punekar
હેમંત પુણેકર
Hemant Punekar
આ જગતનું સૌથી કારું મૌન છે
તારી આંખોમાં જે ખારું મૌન છે
શબ્દ તો સહિયારા રહેવાના સદા
મારી પાસે સાવ મારું મૌન છે
બોલકાને સો રીતે રોકી શકાય
એને હું કઈ રીતે વારું? મૌન છે
શબ્દની ભીંતો ચણાઈ આસપાસ
એમાં મેં પાડેલું બારું મૌન છે
જ્યાં ત્યાં વારંવાર વાણી વાપરી
એ જ જાણ્યું - સૌથી સારું મૌન છે
આવજા શબ્દોની છે ઉપરઉપર
ઠેઠ ભીતર એકધારું મૌન છે
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ
