aa dishaonun chhe howathi wadhu kartawya shun? - Ghazals | RekhtaGujarati

આ દિશાઓનું છે હોવાથી વધુ કર્તવ્ય શું?

aa dishaonun chhe howathi wadhu kartawya shun?

મુકુલ ચોક્સી મુકુલ ચોક્સી
આ દિશાઓનું છે હોવાથી વધુ કર્તવ્ય શું?
મુકુલ ચોક્સી

આ દિશાઓનું છે હોવાથી વધુ કર્તવ્ય શું?

શ્વાસને નૈઋત્ય શું ને ઘાસને વાયવ્ય શું?

ઊડવાની બાદ કરીએ તો બીજી બાની મહીં,

પંખીઓ આપી શકે પીંછા વિશે વક્તવ્ય શું?

સાવ આ નિસ્પૃહ સૂરજ-ચંદ્રને ક્યાંથી ખબર,

સાંજનું કૌમાર્ય શું ને રાતનું વૈધવ્ય શું?

અશ્રુ જેને મન નીચોવાઈ ગયેલું સ્વર્ગ છે;

હોય એ રેતીનું ચોમાસા વિશે મંતવ્ય શું?

સ્રોત

  • પુસ્તક : તાજા કલમમાં એ જ કે (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સર્જક : મુકુલ ચોક્સી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ
  • વર્ષ : 2001