a kyaan amaarii jidd ke gazal aakhii saambhalo - Ghazals | RekhtaGujarati

એ ક્યાં અમારી જિદ્દ કે ગઝલ આખી સાંભળો

a kyaan amaarii jidd ke gazal aakhii saambhalo

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
એ ક્યાં અમારી જિદ્દ કે ગઝલ આખી સાંભળો
હરીન્દ્ર દવે

એ ક્યાં અમારી જિદ્દ કે ગઝલ આખી સાંભળો,

આ બે વચનમાં વાત જે તમારી સાંભળો.

કહે છે વ્યથાની ધાર હવે વાગતી નથી,

આ વેદનાની વાત દાદ આપી સાંભળો.

ચાલો, સમયની પાર જવા હક નહીં કરું.

મુજને તમારી ખૂબ નિકટ રાખી સાંભળો.

એ પણ મિલનનું સ્થાન હવે લઈ શકે, સ્વજન,

મારી ગઝલને યાદમાં બહેલાવી સાંભળો.

આ શું કે શૂન્ય આંખે ફક્ત સાંભળ્યા કરો,

થોડું ઘણું આ મનનેયે સમજાવી સાંભળો.

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ