Explore Gujarati Ghazal collection | RekhtaGujarati

ગઝલ

આજે ગુજરાતી કવિતાસાહિત્યમાં 'ગઝલ' એ સહુથી લોકપ્રિય અને લોકભોગ્ય એવો સાહિત્યપ્રકાર છે. મૂળે ફારસી, ઉર્દૂમાં થઈને ગુજરાતી ભાષામાં આવેલ ગઝલ સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે. બાલાશંકર, કલાપી જેવા કવિઓએ ગઝલને ગુજરાતીમાં ઉતારી, તો શયદાએ ગઝલને ગુજરાતી બનાવી, મરીઝે એમાં સાદગી ઉમેરી, ઘાયલ-શૂન્યએ એમાં શુદ્ધ ગુજરાતી ભાષા અને તળપદ લહેકો ઉમેર્યાં. આધુનિકયુગના ગઝલકારોએ અનેક પ્રયોગો દ્વારા આ સ્વરૂપની શક્યતાઓ તાગવાની મથામણ કરી, તો અનુઆધુનિકયુગના ગઝલકારોની ગઝલમાં સાંપ્રત સમય અને બોલચાલની ભાષા જોવા મળી. અર્વાચીનકાળથી શરૂ થયેલી ગુજરાતી ગઝલની યાત્રા આજ સુધી અનેક મુકામેથી પસાર થઈ છે અને દરેક યુગમાં તેના સ્વરૂપ, ભાષા, વિષયમાં અને અભિવ્યક્તિમાં પરિવર્તન આવ્યું છે. આજે ગઝલ એ ગુજરાતી કવિતામાં સૌથી વધુ ખેડાતો કાવ્યપ્રકાર છે જે તેની લોકપ્રિયતા સૂચવે છે.

.....વધુ વાંચો

અંકિત ત્રિવેદી

જાણીતા કવિ, સંપાદક અને કટારલેખક

અઝીઝ ટંકારવી

ગઝલકાર, વાર્તાકાર, પત્રકાર અને સંપાદક

અદમ ટંકારવી

જાણીતા ગુજરાતી ડાયસ્પોરા ગઝલકાર

અનંતરાય ઠક્કર 'શાહબાઝ'

ગાંધીયુગીન ગઝલકાર, તેમની નઝમો માટે જાણીતા

અનિલ ચાવડા

જાણીતા સમકાલીન કવિ

અબ્દુલ વાહીદ ‘સોઝ’

ડાયસ્પોરા ગઝલકાર

અબ્દુલકરીમ શેખ

કવિ અને વિવેચક, રે મઠ સાથે સંલગ્ન સર્જક

અમૃત કેશવ નાયક

પંડિતયુગીન કવિ, નવલકથાકાર અને ધંધાદારી રંગભૂમિના સફળ નાટ્યકાર, અભિનેતા, દિગ્દર્શક

અમૃત ઘાયલ

અગ્રગણ્ય ગઝલકાર, ગઝલને તળપદી ગુજરાતી ભાષા સાથે જોડી આપનાર સર્જક

અમર પાલનપુરી

ગઝલકાર, 'અમર હમણાં જ સૂતો છે' જેવી લોકપ્રિય ગઝલના કર્તા

અમીન આઝાદ

ગાંધીયુગીન ગઝલકાર