‘jagi’ - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રાજને ભરોંસે હું તો

રેન સારી જાગી-ટેક.

નયનાનાં નીર ખૂટ્યાં,

હૈડાનાં હીર છૂટ્યાં;

પલ પલ હાય! આજ યુગ સમ લાગી- રાo

ચંદ્ર યામિનીને ખોળે,

કુસુમો વાયુ હીંચોળે,

જગતને આજ જોને લગન શી લાગી-રાo

મ્હોલ અણમોલ મ્હારા,

વ્હાલ વિના અકારા,

રગ રગ આજ મુને અગન શી લાગી-રાo

સ્નેહને સંભારવા ના,

સપનાંના મોહ શાના?

ઝાંઝવાને ઝંખનારી હું હતભાગી,

રાજને ભરોંસે હું તો

રેન સારી જાગી.

સ્રોત

  • પુસ્તક : ગજેંદ્રનાં મૌક્તિકો (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સંપાદક : રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2004
  • આવૃત્તિ : 2