jhakalnan panchsat tipan - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઝાકળનાં પાંચસાત ટીપાં

jhakalnan panchsat tipan

હર્ષદ ચંદારાણા હર્ષદ ચંદારાણા
ઝાકળનાં પાંચસાત ટીપાં
હર્ષદ ચંદારાણા

આખીયે રાત તને કહેવાની વાત મેં બોલ્યે રાખિ તો થયાં

ઝાકળનાં પાંચસાત ટીપાં

હોઠે જો હોત પંખીનું ગીત થઈ છોડી હું દેત

એને ફળિયાની ડાળના માળામાં

પગની જો થાત રણઝણતી ઝાંઝરી મૂકી હું દેત

ને સત્તરમા ઓરડે તાળામાં

અરે આંખોથી, ખોબાથી, ફૂલોથી, પાનોથી કેમે સચવાય ના

ઝાકળનાં પાંચસાત ટીપાં

સોયની અણી થઈ પ્હેલું કિરણ જ્યાં સૂરજનું ખૂંપ્યું તો

ફૂટ્યા કાળાડિબાંગ પરપોટા

બીજું કિરણ જ્યાં ટીપાંને સ્પર્શ્યું ત્યાં ટીપાંમાં પડી ગયા

જળના કારમા તોટા

મારા બોલ્યાનો નાદ, તને કહેવાની વાત, ઘોર અંધારી રાત-

-થયા દિવસ જેવા ખાલીપા.

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 158)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008