whalan! wirajo mhara pranman re lol - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વ્હાલાં! વિરાજો મ્હારા પ્રાણમાં રે લોલ

whalan! wirajo mhara pranman re lol

ન્હાનાલાલ દલપતરામ કવિ ન્હાનાલાલ દલપતરામ કવિ
વ્હાલાં! વિરાજો મ્હારા પ્રાણમાં રે લોલ
ન્હાનાલાલ દલપતરામ કવિ

વ્હાલાં! વિરાજો મ્હારા પ્રાણમાં રે લોલ,

પ્રાણના પ્રકાશ છો પ્રફુલ્લ જો,

વ્હાલાં! વિરાજો મ્હારા પ્રાણમાં રે લોલ.

આશાનો જડેલ મ્હારો માંડવો રે લોલ,

ગુંથી સૌભાગ્ય કેરી વેલ જો! વ્હાલાંo

આવો પીયૂષ પાઉં ઉરનાં રે લોલ,

નેત્ર માંહિ આંજુ રૂડાં તેજ જો! વ્હાલાંo

પ્રેમનું ઘડાવું રૂડું પારણું રે લોલ,

શોભાના બંધાવું હું હિંડોળ-જો! વ્હાલાંo

પ્રભુની કરૂણા કલા શાં આવજો રે લોલ,

હસજો કંઈ બાલ રૂડાં હાસ જો! વ્હાલાંo

સ્રોત

  • પુસ્તક : સંગીત મંજરી (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સંપાદક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
  • પ્રકાશક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
  • વર્ષ : 1920
  • આવૃત્તિ : 2