હશે—
hashe-
સુરેશ દલાલ
Suresh Dalal

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે?
જીવનમાં બસ એક જ ઘટના
ભીતર એક જ નામની રટના.
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે?
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે?
જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે?
નજર લાગે એમ શું કોઈ જોતું હશે?
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે?



સ્રોત
- પુસ્તક : કાવ્યસૃષ્ટિ (પૃષ્ઠ ક્રમાંક 539)
- સર્જક : સુરેશ દલાલ
- પ્રકાશક : શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ
- વર્ષ : 1986