tujhuk e jahangiri yane dastan e jahangirni - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તુઝુક-એ-જહાંગીરી યાને દાસ્તાં-એ-જહાંગીરની

tujhuk e jahangiri yane dastan e jahangirni

ભરત ખેની ભરત ખેની
તુઝુક-એ-જહાંગીરી યાને દાસ્તાં-એ-જહાંગીરની
ભરત ખેની

પોતાની આંખ નથી ખોલતા.

હોઝ-એ-કુતુબ પર બેઠા જહાંગીરજી, ગર્દાબાદ ગર્દાબાદ બોલતા.

પોતાની આંખ નથી ખોલતા,

પેશ-એ-ખિદમત હૈ, તોતી યા તોતા, લો બોલો ઇસમેં સે કોન હોતા?

ખાતી જો હોગી વો તોતી હોગી ઔર જો ખાતા હૈ વો હોગા તોતા.

સાંભળો સલીમ અલી, રીતે પંખી પર જહાંગીરજી ન્યાયને તોલતા.

હોઝ-એ-કુતુબ પર બેઠા જહાંગીરજી, ગર્દાબાદ ગર્દાબાદ બોલતા.

પોતાની આંખ નથી ખોલતા.

ઈસ્મતના બાગમાંથી રુહ-અલ-ગુલાબનું ઈત્ર-એ-જહાંગીરી નાખો.

ચકલાંની જીભનું લો કબાબ અને પ્યાલો શરાબનો એક ચાખો.

શેખુ કી શાદી મેં કોકાજી દીવાના ને બેગાના ચારેકોર ડોલતા.

હોઝ-એ-કુતુબ પર બેઠા જહાંગીરજી, ગર્દાબાદ ગર્દાબાદ બોલતા.

નૂરેજહાં બેગમના કિસ્મત તો દેખો, બાહર હૈ સંત્રી ઓર અંદર સે ચોર.

તુઝુક-એ-જહાંગીરીની વાત મૂકોને, એમાં યે કિસ્સા-એ-બયાં ઓર.

છોડ દો ખયાલ યાર, કંટાળો આવે છે, પેશી-એ-ખજૂર એક ફોલતા.

હોઝ-એ-કુતુબ પર બેઠા જહાંગીરજી, ગર્દાબાદ ગર્દાબાદ બોલતા.

પોતાની આંખ નથી ખોલતા.

રસપ્રદ તથ્યો

જહાંગીર ‘શેખુબાબા’, પોતે પક્ષીવિદ્, ન્યાયપ્રિય અને કલાપ્રિય ખરો. વાજીકરણ માટે એ ચકલાંની જીભની કબાબ ખાતો. દારૂ અને અફીણ લેતો. તેનું વ્યંગ્યાત્મક વ્યક્તિચિત્ર આપવાનો આ પ્રયાસ છે. અહીં ફારસી, ઉર્દૂ, હિન્દી અને ગુજરાતીના સંમિશ્રણવાળી પદાવલી ઉપયોગમાં લીધી છે. • હોજે કુતુબ = અમદાવાદની નગીનાવાડી. હાલ કાંકરિયા તળાવ. • સલીમ અલી = બહુખ્યાત પક્ષીવિદ્, પદ્મભૂષણ-પદ્મવિભૂષણ સાલીમ અલી • ઈસ્મત = અસ્મત બેગમ, નૂરજહાંની માતા, અત્તર બનાવવાની શરૂઆત કરનાર. • રુહ-અલ-ગુલાબ = એ નામનું એક અત્તર • કોકાજી = કુતુબુદ્દીન ખાન કોકા, બંગાળનો સુબેદાર • બેગાના = પરદેશી, અહીં સર ટોમસ રોના અર્થમાં અભિપ્રેત છે. • તુઝુક-એ-જહાંગીરી = જહાંગીરે પોતાના રાજ્ય વહીવટ દરમિયાન થયેલા અનુભવો વિષે લખેલી કિતાબ. જેમાં તેના કલાપ્રેમ, રાજકીય રીતિ-નીતિ વગેરે વિષે નોંધ છે.

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.