hun wiwadne warun - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હું વિવાદને વારું

hun wiwadne warun

રઘુવીર ચૌધરી રઘુવીર ચૌધરી
હું વિવાદને વારું
રઘુવીર ચૌધરી

હું વિવાદને વારું.

સામા સ્વરમાં સત્ય હોય ના હોય તોય હું ધારું.

અનુભવોની કરું આપ-લે

તમે કરો છો બાદ તો ભલે,

સરવૈયું સરખું કરવા હું મારી રકમ સુધારું.

મળે વિસામો તોય ચાલવું,

અજાણ સંગે અભય મ્હાલવું.

અંતરાયના રૂપરંગની રમણા ઉરે ઉતારું.

તરુવર તારા ગણે આભલે,

સરવરમાં લહેરાય ઝલમલે,

તરણાં રાજી થાય આગિયે હું અંધાર વિસારું.

સ્રોત

  • પુસ્તક : કુદરતની હથેલી (પૃષ્ઠ ક્રમાંક 68)
  • સર્જક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 2021