tane awshe sapnan tyare - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તને આવશે સપનાં ત્યારે

tane awshe sapnan tyare

નવનીત ઉપાધ્યાય નવનીત ઉપાધ્યાય
તને આવશે સપનાં ત્યારે
નવનીત ઉપાધ્યાય

તને આવશે સપનાં ત્યારે મને આવશે આંસું

કાળા પહાડ વટીને આંસું.

તને જડ્યા ચાંદો ને સૂરજ મારી મોર્ય અમાસું

મારે આઠેય પોર અમાસું.

ત્યારે મને આવશે આંસું.

હમણાં ચાંદ નીકળશે ભેરુ લઈ લે તું રાત

મારું તારું સરખું નભ છે તેં ગૂંથી’તી વાત

તારે ત્યાં વાગે ચોઘડિયાં મારે મૂંગાં આંસું

તારા ઘરને મૂંગાં આંસું

ત્યારે મને આવશે આંસુ.

દરિયા, તારે મોજાં છે ને જળની છે છાંટડિયું

મારે ઝાકળિયા દિવસો ને તડકાની રાફડિયું

તારી ફરતું આભ ઘૂમે ને મારે જૂનાં આંસું

મારે જર્જર જૂનાં આંસું

ત્યારે મને આવશે આંસું

કાળા પહાડ વટીને આંસું...

સ્રોત

  • પુસ્તક : દરિયાનો પડઘો (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સર્જક : નવનીત ઉપાધ્યાય
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1989