koi diwo thari nakho - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કોઈ દીવો ઠારી નાખો

koi diwo thari nakho

નવનીત ઉપાધ્યાય નવનીત ઉપાધ્યાય
કોઈ દીવો ઠારી નાખો
નવનીત ઉપાધ્યાય

કાગળને મેં વાંચી લીધો પવન પડી ગ્યો ઝાંખો

કોઈ દીવો ઠારી નાખો.

સપના જ્યાં અંજાઈ જતાં આંખો થઈ ગઈ કાળી

ચાંદ-સૂરજ તેં ટાંક્યા’તા વાતોને તેં ટાળી.

તરફડતા દિવસ ઊગે ટૌકાની...તૂટી પાંખો

કોઈ દીવો ઠારી નાખો.

પંખીને મેં ડાળી દીઘી ધૂળને દીધો છાંયો

વડલા તારી જેવો વંટોળ મારી ઉપર વાયો

હવે કિનારે ખાલી દરિયો ઊભો ઝાંખો-પાંખો

કોઈ દીવો ઠારી નાખો.

સ્રોત

  • પુસ્તક : દરિયાનો પડઘો (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સર્જક : નવનીત ઉપાધ્યાય
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1989