aapni judai - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આપણી જુદાઈ

aapni judai

મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયા
આપણી જુદાઈ
મનોજ ખંડેરિયા

આપણી જુદાઈનું ભમ્મરિયું વ્હેણ

મને કોણ જાણે ક્યાંય જશે તાણી

ચંપાની ડાળ જેવું અહીંયાં નિત લીલુંછમ

ઝૂલવા છતાં ફૂલ ઊગ્યું

ઝંખ્યાનો કેવડો તો કૉળ્યો ના કોઈ દિ'

ના એકેય વ્રત મારું પૂગ્યું

સુસવાતા દિવસોએ કાગળના જેવી

જાતને ક્યાં આજ મૂકી આણી

જળથી ભીનાશ બધી અળગી થઈ જાય

અહીં ચૈતરના તાપ પડ્યા એવા

અહલ્યાની જેમ મારી ઈચ્છા તો પથ્થર

જીવતરના શાપ કોને કે'વા

એકલી કદંબ હેઠ બેઠેલી સૂનમૂન

ધેનુની આંખનું હું પાણી

સ્રોત

  • પુસ્તક : વરસોનાં વરસ લાગે (પૃષ્ઠ ક્રમાંક 79)
  • સર્જક : મનોજ ખંડેરિયા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ