સાગર-કાંઠે નાંગરેલાં તમે વળી જાઓ પાછાં વહાણ રે!
તમે વળી જાઓ પાછાં વહાણ!
મારે પિયુડે નિરધારેલાં રદ કીધાં પરિયાણ રે!
તમે વળી જાઓ પાછાં વહાણ!
તમે ઊભાં અહીં ત્યાં લગી મારો શ્વાસ ન હૈયે સમાય રે!
મારો શ્વાસ ન હૈયે સમાય!
મારા પિયુડાને વ્હાણ ચડ્યાની લાલચ વળગી જાય રે!
તમે વળી જાઓ પાછાં વહાણ!
કાલ સવારે હું પરણીને આવી, હાથ હજી મીંઢોળ રે!
મારે હાથ હજી મીંઢોળ!
આશા બધી અણપૂરી અમારી, વણપૂર્યા સહુ કોડ રે!
તમે વળી જાઓ પાછાં વહાણ!
લાંબો નહીં ઘરવાસ, અમારે એક જ રાતની પ્રીત રે!
‘મારે એક જ રાતની પ્રીત!
પિયુને લઈને સાગર સંચરો : ક્યાંની તમારી આ રીત રે?
તમે વળી જાઓ પાછાં વહાણ!
નાનકડા દિલમાંહી ભરીયું મોટી મોટી ઘણી વાત રે!
ભરી મોટી મોટી ઘણી વાત!
સર્જનહારે સરજી ત્યારે ચાર જ પ્હોરની રાત રે!
તમે વળી જાઓ પાછાં વહાણ!
મા-ની માયાને ન મચક દીધી, ને માન્યા ન તાત-આદેશ રે!
એણે માન્યા ન તાત-આદેશ!
બેની રોક્યો ન બાંધવ રોકાણો : મેં માંડ છંડાવ્યા વેશ રે!
તમે વળી જો પાછાં વહાણ!
નાહક કાંઠડે ઊભાં ઊભાં તમે શાને ચડાવો દાણ રે?
તમે શાને ચડાવો દાણ?
મારે પિયુડે નિરધારેલાં રદ કીધાં પરિયાણ રે!
તમે વળી જો પાછાં વહાણ!
સાગર-કાંઠે નાંગરેલાં તમે વળી જાઓ પાછાં વહાણ રે!
તમે વળી જાઓ પાછાં વહાણ!
હવે તમે અહીં લેશ થોભો તો દોહ્યલી દેવની આણ રે!
તમે વળી જો પાછાં વહાણ!
સાગર-કાંઠે નાંગરેલાં એલાં વળી જાઓ પાછાં વહાણ રે!
sagar kanthe nangrelan tame wali jao pachhan wahan re!
tame wali jao pachhan wahan!
mare piyuDe nirdharelan rad kidhan pariyan re!
tame wali jao pachhan wahan!
tame ubhan ahin tyan lagi maro shwas na haiye samay re!
maro shwas na haiye samay!
mara piyuDane whan chaDyani lalach walgi jay re!
tame wali jao pachhan wahan!
kal saware hun parnine aawi, hath haji minDhol re!
mare hath haji minDhol!
asha badhi anpuri amari, wanpurya sahu koD re!
tame wali jao pachhan wahan!
lambo nahin gharwas, amare ek ja ratni preet re!
‘mare ek ja ratni preet!
piyune laine sagar sanchro ha kyanni tamari aa reet re?
tame wali jao pachhan wahan!
nanakDa dilmanhi bhariyun moti moti ghani wat re!
bhari moti moti ghani wat!
sarjanhare sarji tyare chaar ja phorni raat re!
tame wali jao pachhan wahan!
ma ni mayane na machak didhi, ne manya na tat adesh re!
ene manya na tat adesh!
beni rokyo na bandhaw rokano ha mein manD chhanDawya wesh re!
tame wali jo pachhan wahan!
nahak kanthDe ubhan ubhan tame shane chaDawo dan re?
tame shane chaDawo dan?
mare piyuDe nirdharelan rad kidhan pariyan re!
tame wali jo pachhan wahan!
sagar kanthe nangrelan tame wali jao pachhan wahan re!
tame wali jao pachhan wahan!
hwe tame ahin lesh thobho to dohyli dewni aan re!
tame wali jo pachhan wahan!
sagar kanthe nangrelan elan wali jao pachhan wahan re!

સ્રોત
- પુસ્તક : વનશ્રી (પૃષ્ઠ ક્રમાંક 1)
- સર્જક : દેવજી રા. મોઢા
- પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ.
- વર્ષ : 1963