aslam jilani ke gappe ka geet - Geet | RekhtaGujarati

અસલમ જીલાણી કે ગપ્પે કા ગીત

aslam jilani ke gappe ka geet

વિરલ શુક્લ વિરલ શુક્લ
અસલમ જીલાણી કે ગપ્પે કા ગીત
વિરલ શુક્લ

રાતકના છોકરે કુ ભેગે કરે ને ફિર હાંકે વો ટાઢે પોર કી

ગપોડી અસલમ ન્યા વારતાઉં માંડે સાવ ખોટીની મનગમતે તોર કી...

અસલમ કી વારતા મેં આવતે થે જાદુગર દરિયે કુ ચપટી મેં બાંધે,

અસલમ ભી ગપ્પે કા જાદુગર ઐસા થા કોઈ ના કાઢ સકે વાંધે;

અસલમ કી કહેણી મેં ખુશ્બૂ હી ખુશ્બૂ પર વાતું હોય કાંટાળે થોર કી...

લેકણ અસલમ કી એક વાત સાચી થી સિક્કા મેં મોતી નઈ થાતે

વીજળી ચમકને કી વાટ નહીં દેખણે કી સિક્કા મેં ચલતી થી બાતેં;

અસલમ ગપોડી કે મોતી છલકાતે, ગપ મારે જબ મામુ કે જોર કી...

અસલમ કે ગપ્પે કુ સાંભળતે સાંભળતે છોકરેય બનતે થે મામુ,

અસલમ કુ સંભાળ કે ડૂબકી લગાતે થે દોડતે થે દરિયા કી સામું;

અસલમ કે ગપ્પે મેં મીઠપ તો મીઠપ ને, જૈસી હો શબરી કે બોર કી...

સ્રોત

  • પુસ્તક : શબ્દસૃષ્ટિ-ડિસેમ્બર 2023 (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સર્જક : વિરલ શુક્લ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી