રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતુંને ના કાન! તારી મોરલીને વેણ અમીં મોયાં જી રે!
સાંભળી છે ત્યારની આ નેણાંની નીંદ ને
ચિત્તડાનાં ચેન અમીં ખોયાં જી રે,
કાન! મોરલીને વેણ અમીં મોયાં જી રે!
ઊમટી આષાઢની હેલીની જ્યમ કશું ઊઘલી ઊઘલીને જયેં ગાતી,
એવા ઉમંગ-લોઢ હૈયે હિલોળતી કે છાતી તો ફાટફાટ થાતી!
હરખ-મૂંઝારે તયેં બાવરાં બનીને હાય!
દા'ડી ને રેણ અમીં રોયાં જી રે,
કાન! મોરલીને વેણ અમીં મોયાં જી રે!
એકલાં અમીં ન કાંઇ ઘેલાં રે બોલ ઇંને, ઘેલાં વિહંગનાં ટોળાં,
ડોલે કદંબની કુંજ બધી તાનમાં, ને જમનાયે લેત કૈં હિલોળા!
સૂરની તે વાંહોવાહ ખીલડેથી ભાગતાં
વાછરાં ને ધેન અમીં જોયાં જી રે,
કાન! મોરલીને વેણ અમીં મોયાં જી રે!
મેલી વજાડવું હાલ્યા ક્યાં આમ અરે એવું શું મનમાંહી લીધું?
જીવતરના સમ! રાખી હૈયે આ હાથ જુવો, હાચું જો હોય જરી કીધું!
એટલું ન જાણીએ કે કાઠના ઈ કટકામાં
કાળજનાં કેણ તમીં પ્રોયાં જી રે!
કાન! મોરલીને વેણ અમીં મોયાં જી રે!
tunne na kan! tari morline wen amin moyan ji re!
sambhli chhe tyarni aa nenanni neend ne
chittDanan chen amin khoyan ji re,
kan! morline wen amin moyan ji re!
umti ashaDhni helini jyam kashun ughli ughline jayen gati,
ewa umang loDh haiye hilolti ke chhati to phatphat thati!
harakh munjhare tayen bawran banine hay!
daDi ne ren amin royan ji re,
kan! morline wen amin moyan ji re!
eklan amin na kani ghelan re bol inne, ghelan wihangnan tolan,
Dole kadambni kunj badhi tanman, ne jamnaye let kain hilola!
surni te wanhowah khilDethi bhagtan
wachhran ne dhen amin joyan ji re,
kan! morline wen amin moyan ji re!
meli wajaDawun halya kyan aam are ewun shun manmanhi lidhun?
jiwatarna sam! rakhi haiye aa hath juwo, hachun jo hoy jari kidhun!
etalun na janiye ke kathna i katkaman
kalajnan ken tamin proyan ji re!

સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 236)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004