jaDyun nahi kani – - Geet | RekhtaGujarati

જડ્યું નહિ કંઈ –

jaDyun nahi kani –

સંજુ વાળા સંજુ વાળા
જડ્યું નહિ કંઈ –
સંજુ વાળા

જાણ્યુ એવું જડ્યું નહિ કંઈ

બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ

વનમાં ઝાઝા વાંસ વાયરા શિષ ધુણાવી વાતા;

લળકઢળક સૌ ડાળ ઘાસને ચડે હિલોળા રાતા

બધું બરાબર કિન્તુ સ્વરમાં ચડ્યું નહિ કંઈ

બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ

શુષ્ક સરોવર, સાંજ નહિ કોઈ ગલ-હંસો રઢિયાળા

રડવાનું એક સુખ લેવા ત્યાં, પહોંચ્ય સંજુ વાળા

આંખ, હૃદયને કર જોડ્યા પણ રડ્યું નહિ કંઈ

બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ

જાણ્યુ એવું જડ્યું નહિ કંઈ

બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ

સ્રોત

  • પુસ્તક : પ્રતીપદા (પૃષ્ઠ ક્રમાંક 251)
  • સંપાદક : પ્રશાંત પટેલ, યોગેશ પટેલ
  • પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન્સ
  • વર્ષ : 2015